Monday, May 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં જનગણના-2027 માટે ગણતરીદારોની સઘન તાલીમ શરૂ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં જનગણના-2027 માટે ગણતરીદારોની સઘન તાલીમ શરૂ

મોરબી: ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગામી પહેલી જૂનથી ઘરયાદી અને કુટુંબયાદી તૈયાર કરવા માટે જનગણના-2027નો પ્રથમ તબક્કો શરૂ થવાનો છે. તે પૂર્વે મોરબી જિલ્લાના ગણતરીદારોને તાલીમ આપવા માટે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા મામલતદાર અને ચાર્જ અધિકારી સી.આર. નિમાવત, નાયબ મામલતદાર સાગરભાઈ ત્રાંબડીયા, વસ્તી ગણતરી નોડલ અંશભાઈ તેમજ હાર્દિકભાઈ ડાભી વગેરેના માર્ગદર્શન હેઠળ હાલ સઘન તાલીમ ચાલી રહી છે.

ભારતમાં જનગણનાની શરૂઆત ઈ.સ. 1872થી કરવામાં આવી હતી અને આ વખતે દેશની 16મી તેમજ સ્વતંત્રતા પછીની 8મી જનગણના યોજાનાર છે. અંદાજે 150 વર્ષના ઈતિહાસ ધરાવતી ભારતીય જનગણનામાં લોકોની રહેઠાણ વ્યવસ્થા, સંપત્તિ, ધર્મ, જાતિ, અનુસૂચિત જાતિ-જનજાતિ, ભાષા, સાક્ષરતા, આર્થિક પ્રવૃત્તિ, સ્થળાંતર અને પ્રજનનતા જેવા વિવિધ મુદ્દાઓ અંગેનો મહત્વપૂર્ણ ડેટા એકત્ર કરવામાં આવશે.

આ જનગણનાની વિશેષતા એ છે કે ભારતમાં પ્રથમ વખત ડિજિટલ સાધનો દ્વારા જનગણનાની પ્રક્રિયા હાથ ધરાશે. ગણતરીદારો પોતાના સ્માર્ટ ફોનમાં ઉપલબ્ધ નિર્ધારિત મોબાઈલ એપ્લિકેશન મારફતે માહિતી એકત્ર કરશે. ઉપરાંત નાગરિકો પણ https://se.census.gov.in⁠ વેબ પોર્ટલ મારફતે સ્વ-ગણતરી (Self Enumeration) કરી શકશે. સફળ નોંધણી બાદ કુટુંબને વિશિષ્ટ SE ID આપવામાં આવશે, જેની ચકાસણી ગણતરીદાર દ્વારા કરવામાં આવશે.

તાલીમ પૂર્ણ થયા બાદ ગણતરીદારો પહેલી જૂનથી ત્રણ જૂન દરમિયાન પોતાના ફાળવેલા વિસ્તારમાં મકાન નંબરિંગ અને નકશાકાર્ય કરશે. ત્યારબાદ 30 જૂન સુધી પ્રથમ તબક્કામાં 34 પ્રશ્નોની ઘરયાદી માટે માહિતી એકત્રિત કરવામાં આવશે. બીજા તબક્કામાં ફેબ્રુઆરી-2027 દરમિયાન વ્યક્તિગત વિગતો એકત્રિત કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાની તાલીમ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા, શ્રેષ્ઠ શિક્ષક વિજયભાઈ દલસાણીયા, શિક્ષક અને લેખક સંજયભાઈ બાપોદરિયા તેમજ સંદીપભાઈ આદ્રોજા સહિતના ફિલ્ડ ટ્રેનરો દ્વારા સુંદર આયોજન અને વ્યવસ્થાપન સાથે આપવામાં આવી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments