નિક્ષય મિત્ર તરીકે રોટરી ક્લબ ઓફ મોરબીએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું
મોરબી : દેશને ટીબી મુક્ત કરવાના સંકલ્પ સાથે ચાલી રહેલા ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત મોરબીમાં એક પ્રશંસનીય સેવકાર્ય કરવામાં આવ્યું છે. જેમાં રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓની વહારે આવીને તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરાયો છે.
નિક્ષય મિત્ર બનીને કરી મદદ
મોરબી તાલુકાના 5 જેટલા જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પોષણ મળી રહે તેવા આશય સાથે ખાસ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. “નિક્ષય મિત્ર રોટરી ક્લબ ઓફ મોરબી” દ્વારા આ તમામ દર્દીઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે આ કીટો અર્પણ કરવામાં આવી હતી. ટીબીની બીમારીમાં દવાઓની સાથે સાથે દર્દીને સારો અને પૌષ્ટિક ખોરાક મળી રહે તે હેતુથી રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આ સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી, જેથી દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે.











