મોરબી: ટંકારા પોલીસે મિલકત સંબંધી ગુનાઓમાં મોટી સફળતા મેળવતા, રાજકોટ શહેરમાંથી અલગ અલગ 5 મોટરસાયકલની ચોરી કરનાર એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 200000 ની કિંમતના 5 બાઈક જપ્ત કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ ખાનગી બાતમી મેળવી અલ્પેશભાઈ મુનેશભાઈ કુંઢીયા (ઉંમર વર્ષ 19, રહેવાસી – પંચાસીયા, તાલુકો વાંકાનેર)ને પકડ્યો હતો. તેની યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા રાજકોટ શહેરમાંથી થયેલી 5 મોટરસાયકલ ચોરીના ભેદ ઉકેલાયા હતા. જેમાં રાજજ્કોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના 2 ગુના (એ પાર્ટ ગુ.ર.નં. 0185/2026 અને 0752/2025, બી.એન.એસ. કલમ-303(2)) તથા પ્રધુમન નગર પોલીસ સ્ટેશનનો 1 ગુનો (એ પાર્ટ ગુ.ર.નં. 1033/2025, બી.એન.એસ. કલમ-303(2))નો સમાવેશ થાય છે.











