Friday, May 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશ્રેષ્ટ ખેલાડીઓ વચ્ચે ડે - નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું લાઇવ પ્રસારણ, તડપદી ભાષામાં...

શ્રેષ્ટ ખેલાડીઓ વચ્ચે ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું લાઇવ પ્રસારણ, તડપદી ભાષામાં કોમેન્ટરી રોમાંચક – સાંસદ કિકેટ ટુર્નામેન્ટ સીઝન – 4

સતરમા દિવસ ની મેચ તારીખ 20/05/2026 ઉત્સાહ અને રોમાંચ માટે દરેક મેચોનું લાઇવ દર્શન સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

ભુજ શહેર ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4 ના 17માં દિવસે જ્યુબિલી ગાઉન્ડ અને 15માં દિવસે મીરઝાપર ખાતે મેચો રમાઈ રહી છે. કચ્છ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. 400 થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ – મોરબી માળીયા ની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે.

આ સાથે તારીખ 20/05/2026 ના 17મા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “સોનલ શક્તિ ઇલેવન લાખોંદ” અને “ગાંધીનગરી ઇલેવન ભુજ″ વચ્ચે રમાઇ જેમાં “સોનલ શક્તિ ઇલેવન લાખોંદ” ની ટીમ વિજેતા થઈ બીજી મેચ “બ્લેક વોરિયર્સ ઇલેવન માધાપર” અને “ફેબુલસ ફાઇટર ઇલેવન” વચ્ચે રમાઇ, જેમાં ફેબુલસ ફાઇટર ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ “વાઘેશ્વરી ટાઇટન્સ ઇલેવન અને “પબાદાદા ઇલેવન ઢોરી″ વચ્ચે રમાઇ હતી જેમાં “પબાદાદા ઇલેવન ઢોરી” ની જીત થઈ ચોથી મેચ “બહાદુર ઇલેવન માંડવી” અને “મલેક ઇલેવન અંજાર″ વચ્ચે રમાઇ, જેમાં “મલેક ઇલેવન અંજાર” ની જીત થઈ પાંચમી મેચ “RV ફિલ્મસ ઇલેવન” અને “ RTO ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ, જેમાં RTO ઇલેવન ભુજની ટીમ વિજેતા થઈ જયારે છઠ્ઠી મેચ “ક્રિષ્ના ઇલેવન કેશવનગર” અને “અલખ ઇલેવન દેશલપર વાંઢાય” વચ્ચે રમાઇ જેમાં “ક્રિષ્ના ઇલેવન કેશવનગર” ટીમ વિજેતા થઈ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments