Friday, May 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળિયા (મી.)માં ચોરીના ગુનામાં વોન્ટેડ તસ્કર ઝડપાયો

માળિયા (મી.)માં ચોરીના ગુનામાં વોન્ટેડ તસ્કર ઝડપાયો

મોરબી : મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડે માળિયા (મીં.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી કિશન નાનજીભાઇ દેલવાણીયા (ઉ.વ. 30, ધંધો મજુરી, રહે. સરવડ, તા. માળિયા મીં., જી. મોરબી)ને મોરબીના મચ્છુ નદી કાંઠે ભીમસર વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. પોલીસે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માળિયા (મીં.) પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

આ સફળ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.સી. ગોહિલ, PSI વી.જી. માલાણી તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments