Saturday, May 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમહેન્દ્રનગર વિસ્તારમાં રૂ. 3.81 કરોડના સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

મહેન્દ્રનગર વિસ્તારમાં રૂ. 3.81 કરોડના સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

મોરબી મહાનગરપાલિકા હદવિસ્તારમાં આવેલા મહેન્દ્રનગર વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને સુવ્યવસ્થિત નગર વિકાસને ધ્યાનમાં રાખી અંદાજિત રૂ. 3.81 કરોડના સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ નેટવર્ક વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વોર્ડ નંબર 3ના કોર્પોરેટરોના હસ્તે યોજાયેલા આ વિકાસકાર્યથી વિસ્તારના નાગરિકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળશે તેમજ સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓનો લાભ મળશે. સાથે જ વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર જીગ્નેશભાઈ કૈલા, ભૂપેન્દ્રભાઈ જારીયા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, રમાબેન કેતનભાઈ બોપલીયા, પૂર્વ કાઉન્સિલર પ્રકાશ ચબાડ સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments