Saturday, May 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સબ જેલમાંથી મોબાઈલ ફોન મળી આવતા ચકચાર: આરોપીઓને શોધવા તજવીજ

મોરબી સબ જેલમાંથી મોબાઈલ ફોન મળી આવતા ચકચાર: આરોપીઓને શોધવા તજવીજ

પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી દ્વારા મોરબી સબ જેલમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન જેલના જાજરૂની કુંડીમાંથી એક બિનવારસી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર કોણ લાવ્યું અને કોણ તેનો ઉપયોગ કરતું હતું તે દિશામાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વિગત મુજબ, અમદાવાદ જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીની ઝડતી સ્ક્વોડના જેલર સહિતની ટીમ દ્વારા મોરબી સબ જેલમાં સવારના સમયે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ આકસ્મિક ચકાસણી દરમિયાન જેલના સર્કલ નંબર-૦૧ ની બેરેક-૧ ની પાછળ આવેલા પ્રથમ જાજરૂની કુંડીની અંદર તપાસ કરતા ત્યાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે સીમકાર્ડ વગરનો અને પાછળના ઢાંકણ વગરનો આ સિલ્વર/બ્લેક કલરનો કીપેડ મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. જેલના નિયમોનું ઉલ્લંઘન કરીને અંદર મોબાઈલ છુપાવવા બદલ અજાણ્યા કેદી કે ઇસમ સામે પ્રિઝન એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments