Tuesday, May 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાપાલિકાના પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણીની વરણી: ડેપ્યુટી મેયર પદે ચિરાગ...

મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણીની વરણી: ડેપ્યુટી મેયર પદે ચિરાગ રાણપરા

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતી પડસુંબિયા, દંડક તરીકે જયેશભાઇ દેસાઈ, શાસક પક્ષ નેતા તરીકે અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા નિમાયા

મોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી બાદ પ્રથમ મેયર કોણ બનશે તે અંગે ચાલી રહેલી આતુરતા અને અટકળોનો અંત આવ્યો છે. મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે વોર્ડ નં. 8 ના ઉત્તમ સુરાણીની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નં.6ના ચિરાગ રાણપરાની નિમણૂક કરવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતી પડસુંબિયા નિમાયા છે. દંડક તરીકે જયેશભાઇ દેસાઈ અને શાસક પક્ષ નેતા તરીકે અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા નિમાયા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments