Thursday, May 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની રુદ્રી તુલસીભાઈ વસિયાણી એ ૧૩ મી નેશનલ આઈસ સ્ટોક ટુર્નામેન્ટમાં ગોલ્ડ,...

મોરબીની રુદ્રી તુલસીભાઈ વસિયાણી એ ૧૩ મી નેશનલ આઈસ સ્ટોક ટુર્નામેન્ટમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ત્રણેય મેડલ જીત્યા

દહેરાદુન ખાતે તાજેતરમાં ૧૩ મી નેશનલ આઈસ સ્ટોક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીની દીકરીએ ડંકો વગાડ્યો હતો ટુર્નામેન્ટમાં એક બે નહિ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય મેડલ જીતી મોરબીને ગૌરવ અપાવ્યું છે

મૂળ લૂણસર ગામના વતની અને હાલ મોરબી સ્થિત વસિયાણી પરિવારની દીકરી રૂદ્રી તુલસીભાઈ વસિયાણીએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે ! દહેરાદૂન ખાતે આયોજિત *૧૩મી નેશનલ આઈસ સ્ટોક ટૂર્નામેન્ટ* માં ગુજરાતની ટીમ વતી રમતા રૂદ્રીએ અદભુત પ્રદર્શન કરીને ઇતિહાસ રચી દીધો છે. તેણે એક કે બે નહીં, પરંતુ એકીસાથે *ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ* ત્રણેય મેડલ પોતાના નામે કર્યા છે!

તેના આ શાનદાર પ્રદર્શનના જોરે સમગ્ર ભારતમાં ગુજરાતની ટીમ વિજેતા (ચેમ્પિયન) બની છે. રૂદ્રીએ પોતાની મહેનત અને કુશળતાથી સમગ્ર દેશમાં લુણસર ગામ, મોરબી જિલ્લા અને ગુજરાત રાજ્યનું  નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે. તુલસીભાઈ વસિયાણી ( ટી. ડી. પટેલ )અને સમગ્ર વસિયાણી પરિવાર તથા મિત્ર વર્તુળ તરફથી રૂદ્રીને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ કોટી-કોટી અભિનંદન અને ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભકામનાઓ!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments