મોરબીના રવાપર રોડ પર નીલકંઠ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલની બંને બાજુ બમ્પ બનાવવામાં આવ્યા છે. પરંતુ આ બમ્પ એટલા નાના છે કે તેનાથી વાહનોની ગતિ પર કોઈ ખાસ અસર પડતી નથી. વાહનો આ રોડ પર ધીમા પડતા નથી અને અહીં સતત અવરજવર રહેતી હોય છે. જ્યારે સ્કૂલ છૂટવાનો સમય હોય કે અન્ય સમયે જ્યારે લોકો અહીંથી પસાર થતા હોય ત્યારે તેમને જોખમનો સામનો કરવો પડે છે.
આ બમ્પની સાઈઝ મોટી કરવામાં આવે તે માટે જાગૃત નાગરિકો દ્વારા મહાનગરપાલિકામાં ૧૦ દિવસ પહેલા રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. સ્થાનિકોની માંગ છે કે આ બમ્પ થોડા મોટા કરવામાં આવે જેથી વાહનોની ગતિ ધીમી થાય અને અકસ્માતનો ભય ટળે.











