મોરબીના નટરાજ ફાટકથી ભડિયાદ રોડ સુધી આજે એક ટ્રેક્ટર પસાર થયું હતું, જેમાં મૃત પશુઓનું માંસ અને કચરો ભરેલો હતો. આ ટ્રેક્ટરમાંથી માસ અને દુર્ગંધયુક્ત પ્રવાહી રસ્તા પર પડતું હતું, જેના કારણે સમગ્ર રસ્તા પર ભારે દુર્ગંધ ફેલાઈ ગઈ છે.
આ રસ્તો ખૂબ જ વ્યસ્ત છે અને અહીંથી હજારો વાહનો દરરોજ પસાર થાય છે. ટ્રેક્ટરમાંથી પડી રહેલા પશુઓના અવશેષોની દુર્ગંધને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. ખાસ કરીને જે લોકો અહીંથી ચાલીને નીકળી રહ્યા છે, તેઓ આ અસહ્ય દુર્ગંધથી પરેશાન થઈ ગયા છે. આ વિસ્તારમાં ગંદકી ફેલાવતા આવા વાહનો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે.











