હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા વૃદ્ધના મકાનમાંથી કોઈ અજાણ્યા તસ્કરો મધ્યરાત્રીએ પ્રવેશ કરી લાકડાના કબાટમાં રાખેલા દાગીના તેમજ રોકડ સહિત રૂ.2.50 લાખની ચોરી કરી જતા ઘરફોડ ચોરીના બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા ખેડૂત સિંધાભાઈ દેવજીભાઈ દેત્રોજા ઉ.65ના રહેણાંકમાં અપપ્રવેશ કરી કોઇ અજાણ્યો ચોર તસ્કર લાકડાની તીજોરીનો દરવાજો ખોલી તીજોરીમાં રાખેલ સોનાનો હાર નંગ-1 હાથમાં પહેરવાનુ લોકીટ નંગ-1,ઓમ નંગ-3 તથા વીંટી નંગ-1 મળી આશરે ચારેક તોલા જેટલુ સોનુ કિંમત રૂપિયા 1.20 લાખ, ચાંદીના દાગીનાઓમાં પગમાં પહેરવાની ઝાંઝરી એક જોડી, સાંકળા એક જોડી, કેડમાં પહેરવાનો જુડો-કંદોરો નંગ એક તથા નાના છોકરાની પગમાં પહેરવાના નાના સાંકળા તથા કડલીઓ જોડી નંગ 7 આશરે વજન 500 ગ્રામ કિમત રૂ. 50 હજાર તેમજ રોકડા રૂપિયા 80 હજાર મળી કુલ રૂ.2.50 લાખની ચોરી કરી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.









