હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માલણીયાદ ગામની સીમ આરોપી બળદેવભાઇ પરમાર ની વાડી જવાના રસ્તામાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી બળદેવભાઇ ગણેશભાઇ પરમાર રહે.નવા માલણીયાદ, સુરેશભાઇ વિનોદભાઇ પરમાર રહે. નવા માલણીયાદ અને આરોપી દયારામભાઇ બાબુભાઇ ધામેચા રહે. રહે.ગામ ગોપાલગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 29,800 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.










