મોરબી અને માળિયા વિસ્તારમાં ગત તારીખ 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ થયેલા અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. આ કુદરતી આપત્તિના સમયે દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન તથા દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ (દેવ ગ્રુપ ઓફ કંપનીસ), માળિયા દ્વારા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે માનવતાવાદી સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવા છતાં દેવ સોલ્ટની આસપાસના ગામોને તેની સીધી અસર થઈ નહોતી. તેમ છતાં, સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા ફાઉન્ડેશને પૂરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે તાત્કાલિક ભોજન પેકેટ તૈયાર કરી તેના વિતરણની સરાહનીય વ્યવસ્થા કરી હતી.
રાહત કામગીરીના ભાગરૂપે, અંદાજે 750 ભોજન પેકેટો તૈયાર કરીને અસરગ્રસ્ત પરિવારોમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિતરણ થાય તે માટે મામલતદાર કચેરી, માળિયાને મોકલાવવામાં આવ્યા હતા. ઉપરાંત, આશરે 1,000 ભોજન પેકેટોનું સીધું વિતરણ સુરજબારી ગામ, સંગાથ વૃદ્ધાશ્રમ, હોસ્પિટલો તેમજ માળિયા-મોરબી વિસ્તારના અન્ય જરૂરિયાતમંદ સ્થળોએ કરવામાં આવ્યું હતું. સંકટના આ સમયમાં સમયસર રાહત પહોંચાડી ફાઉન્ડેશને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.










