મોરબી : મોરબી શહેર નજીક ટીંબડી રોડ પર આવેલ એ એન્ડ જે માઇક્રોન્સ નામના કારખાનામાં ક્રેઇન વડે સાયકલોફન ઉપર લોખંડનું પ્લેટફોર્મ ચડાવતી વખતે અચાનક જ ક્રેઇનનો બેલ્ટ તૂટી જતા વજનદાર પેલટફોર્મ નીચે આવતા અહીં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની સંતોષભાઈ વિજયભાઈ માહવા ઉ.40નું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










