Monday, June 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી: જલારામ ધામ ખાતે ગુરુવારે વિનામૂલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી: જલારામ ધામ ખાતે ગુરુવારે વિનામૂલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધીમાં 56 કેમ્પમાં 15744 દર્દીઓએ લાભ લીધો, 7238 લોકોના સફળ ઓપરેશન થયા

મોરબી: રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ- રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજવામાં આવે છે. જે અંતર્ગત આગામી તા. 4-6-2026, ગુરુવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન સ્વ. પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર (હ. પ્રવિણભાઈ, સંજયભાઈ તથા નિલેશભાઈ) પરિવારના સહયોગથી આ કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર અને નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા સંસ્થા દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 56 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 15744 લોકોએ લાભ લીધો હતો તેમજ 7238 લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.

કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકિંગની કોઈ આવશ્યકતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (9825082468), હરીશભાઈ રાજા (9879218415), નિર્મિતભાઈ કક્કડ (9998880588) અથવા અનિલભાઈ સોમૈયા (8511060066) નો સંપર્ક કરવા જલારામ સેવા મંડળ-મોરબીના પ્રમુખ નિર્મિત કક્કડ દ્વારા યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments