મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલે તારીખ 5 ઓગસ્ટ ને બુધવારના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.
ઘૂંટુ રોડ (ઘૂંટુ -1) એસએસમાંથી નીકળતા સિલ્ક અને લેન્ઝ ફીડર સવારે 8 થી સાંજે 6 સુધી મેન્ટેનન્સ કામગીરી અર્થે બંધ રહેશે, વિવાંટા ફીડર સવારે 8:30 થી 4 વાગ્યા સુધી બંધ રહેશે, શોભેશ્વર SS માંથી નીકળતા શક્તિ IND અને શોભેશ્વર IND ફીડર સવારે 8 થી 2 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.










