મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સોલેન્ટો સિરામિક ફેકટરીમાં પતરા પર ચડી કામ કરી રહેલા ધીરજલાલ મોતીલાલ માલવી રહે.ત્રાજપર ચોકડી વાળાઓ ગઈકાલે 30 ફૂટ ઉંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










