Tuesday, June 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશિખર સર કરી લહેરાવ્યો તિરંગો: માઉન્ટ ફ્રેન્ડશિપ અભિયાનમાં મોરબીના યુવાનોનો પરાક્રમ

શિખર સર કરી લહેરાવ્યો તિરંગો: માઉન્ટ ફ્રેન્ડશિપ અભિયાનમાં મોરબીના યુવાનોનો પરાક્રમ

મોરબી : હિમાચલ પ્રદેશની પીર પંજાલ પર્વતમાળામાં આવેલ આશરે 17350 ફૂટ ઊંચા માઉન્ટ ફ્રેન્ડશિપ અભિયાનમાં મોરબીના ત્રણ યુવાનોએ નોંધપાત્ર પ્રદર્શન કરીને શહેરનું ગૌરવ વધાર્યું છે. આ અભિયાનમાં મોરબીના રચના વ્યાસે આશરે 17000 ફૂટ સુધીનું ચઢાણ પૂર્ણ કર્યું હતું, જ્યારે યશ કલારિયા અને ફાલ્ગુની પટેલ આશરે 16000 ફૂટ સુધી પહોંચ્યા હતા. કઠિન પરિસ્થિતિઓ વચ્ચે તેમના સાહસ અને સંકલ્પશક્તિએ સૌને પ્રેરણા આપી છે.

ગુજરાતના કુલ 19 યુવાન પર્વતારોહકોની એક ટીમે દુર્ગમ ચઢાણ, બરફથી ઢંકાયેલા માર્ગો, બદલાતું હવામાન અને ઓક્સિજનની ઓછી માત્રા જેવા પડકારો વચ્ચે માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર સર કરીને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આ યુવાનોએ 25 મે 2026ના રોજ ચઢાણની શરૂઆત કરી હતી અને 30 મે 2026ની વહેલી સવારે સમિટ પુશ પૂર્ણ કર્યો હતો. આ અભિયાન માટે સહભાગીઓએ છેલ્લા 2 મહિનાથી નિયમિત રનિંગ, સ્ટેમિના ટ્રેનિંગ, લોડ કેરીંગ, ટ્રેકિંગ પ્રેક્ટિસ, યોગ-પ્રાણાયામ અને માઉન્ટેનિયરિંગ સંબંધિત ટેક્નિકલ માર્ગદર્શન સહિતની સઘન તાલીમ મેળવી હતી.

આ સમગ્ર અભિયાનનું આયોજન અને પ્રાયોજકત્વ Invincible NGO દ્વારા કરવામાં આવ્યું હતું. સમિટ દરમિયાન ટીમે ઊંચાઈઓ પરથી “No Drugs Campaign” નો સંદેશ પણ આપ્યો હતો અને યુવાનોને નશાથી દૂર રહી નશામુક્ત, સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા.

આ સાહસિક અભિયાનમાં રચના વ્યાસ, યશ કલારિયા અને ફાલ્ગુની પટેલ ઉપરાંત ઉત્સવ પહવા, બંસરી પટેલ, જૈનિલ શિંદે, રાજ રતન દાસ, હાર્દ શાહ, શુભમ ઘોઘારી, મૌલિક દેસાણી, હેત પ્રજાપતિ, યશ ભીમાણી, પ્રિયાંશ જેઠવા, ઉમંગ પુરોહિત, અવિ ચૌહાણ, ઝહીર મન્સુરી, રાજન જેઠવા, પરાગ ટાંક અને કમલ દેસાઈ એમ કુલ 19 યુવા પર્વતારોહકો જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments