Wednesday, June 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપુરુષોત્તમ માસમાં માનવતાની શીતળ સેવા : મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા 1000...

પુરુષોત્તમ માસમાં માનવતાની શીતળ સેવા : મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા 1000 ગ્લાસ શેરડીનો રસ અને 500 ગ્લાસ છાશનું વિતરણ

અત્યંત પવિત્ર અને પુણ્યપ્રદ ગણાતા પુરુષોત્તમ માસ દરમિયાન મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા માનવસેવાના ભાવ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે શીતળ સેવા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉનાળાની ગરમીમાં હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાં-સંબંધીઓ, રાહદારીઓ તેમજ જરૂરિયાતમંદ લોકો માટે 1000 ગ્લાસ તાજા શેરડીના રસ અને 500 ગ્લાસ છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાના આ કાર્યથી અનેક લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.

હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસને ભક્તિ, દાન, જપ-તપ અને સેવા માટે વિશેષ મહત્વનો મહિનો માનવામાં આવે છે. આ પવિત્ર માસ દરમિયાન કરવામાં આવતી સેવાઓ અને પરોપકારના કાર્યોનું વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થતું હોવાનું શાસ્ત્રોમાં વર્ણવાયું છે. આ જ ભાવનાને કેન્દ્રમાં રાખીને મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા આ માનવતાભર્યો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સંસ્થાના સભ્યોએ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી અને હોસ્પિટલમાં ઉપસ્થિત લોકોએ સંસ્થાની આ પહેલને ખૂબ બિરદાવી હતી.

મુસ્કાન વેલફેર સોસાયટી સમાજસેવા, માનવતા અને પરોપકારના કાર્યોમાં સતત સક્રિય રહી છે અને ભવિષ્યમાં પણ આવા લોકકલ્યાણકારી પ્રોજેક્ટો દ્વારા સમાજને ઉપયોગી બનવા પ્રતિબદ્ધ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments