Wednesday, June 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગરપાલિકાના પદાધિકારીઓ એક્શન મોડમાં: પ્રિ-મોન્સૂન કામગીરીનું ગ્રાઉન્ડ ઝીરો પર નિરીક્ષણ કરી...

મોરબી મહાનગરપાલિકાના પદાધિકારીઓ એક્શન મોડમાં: પ્રિ-મોન્સૂન કામગીરીનું ગ્રાઉન્ડ ઝીરો પર નિરીક્ષણ કરી વહેલી તકે પૂર્ણ કરવા આપી કડક સૂચના

મોરબી:ચોમાસાની ઋતુને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે મોરબીના નાગરિકોને ચોમાસા દરમિયાન કોઈ હાલાકી ન ભોગવવી પડે તે માટે મોરબી મહાનગરપાલિકાનું તંત્ર અત્યારથી જ સજ્જ બન્યું છે. આજે મોરબી મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો પ્રિ-મોન્સૂન કામગીરી મુદ્દે સીધો ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને એક્શન મોડમાં જોવા મળ્યો હતો.

મોરબી મહાનગરપાલિકાના યુવા મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયંતીભાઈ પંડસુંબીયા, દંડક શ્રી જયેશભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતા બહેન શ્રી અર્પિતાબા જાડેજા તેમજ સ્થાનિક કોર્પોરેટરોએ આજે સંયુક્ત રીતે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ નિરીક્ષણ દરમિયાન મોરબી મ્યુનિસિપલ કમિશનર શ્રી સંગીતાબેન રૈયાણી સહિત મહાનગરપાલિકાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સાથે રહ્યા હતા.

પદાધિકારીઓ દ્વારા વિવિધ સ્થળોએ ચાલી રહેલી પ્રિ-મોન્સૂન કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ચોમાસું બેસે તે પૂર્વે જ તમામ નદી-નાળાની સફાઈ તેમજ પાણીના નિકાલની વ્યવસ્થા વહેલી તકે પૂર્ણ કરવા અધિકારીઓને કડક અને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

યુવા મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, મોરબીના નાગરિકોની સુવિધા અને સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ચોમાસામાં શહેરમાં ક્યાંય પણ પાણી ભરાવાની કે અન્ય મુશ્કેલી સર્જાય તે માટે વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સંકલન સાધીને કામ કરી રહ્યા છે. કામગીરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.
આ વ્યાપક નિરીક્ષણથી મહાનગરપાલિકાના સ્ટાફમાં પણ દોડધામ મચી ગઈ હતી અને આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન કામગીરી વધુ વેગવંતી બનશે તેમ દેખાઈ રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments