Wednesday, June 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે ગુરુવારે વીજકાપ

મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે ગુરુવારે વીજકાપ

મહેન્દ્રનગર JGY ફીડર સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેશે

મોરબી: મેન્ટેનન્સ અને ભૂગર્ભ ગટરની કામગીરીને પગલે મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા કેટલાક વિસ્તારોમાં આવતીકાલે તારીખ 04/06/2026, ગુરુવારના રોજ વીજ પુરવઠો બંધ રહેશે.

જેમાં મહેન્દ્રનગર JGY ફીડર સવારે 8 વાગ્યાથી લઈને બપોરના 3 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડર હેઠળ આવતી સોમનાથ પાર્ક સોસાયટી અને બી ડિવિઝન પ્રભુકૃપા સોસાયટી તેમજ સદર ફીડર હેઠળના તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔધોગિક (HT) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments