Monday, June 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહિલા પોલીસની શી-ટીમે અસહાય વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં પહોંચાડી માનવતા મહેકાવી

મોરબી મહિલા પોલીસની શી-ટીમે અસહાય વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં પહોંચાડી માનવતા મહેકાવી

મોરબી નજીક આવેલા જેતપર ગામ પાસેથી એક અસહાય વૃદ્ધ મહિલા મળી આવતા મોરબી મહિલા પોલીસની શી-ટીમે (SHE-Team) તેમને સહીસલામત શોભેશ્વર રોડ પર આવેલા વૃદ્ધાશ્રમમાં પહોંચાડીને માનવતા મહેકાવી છે.

મળતી માહિતી મુજબ, કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો કે, જેતપર ગામ (તા. જિ. મોરબી) નજીક એક વૃદ્ધ મહિલા મળી આવ્યા છે. આ માહિતી મળતા જ શી-ટીમમાં રહેલા કર્મચારીઓ તે સ્થળે પહોંચી ગયા હતા. વૃદ્ધ મહિલાની પૂછપરછ કરતા તેમનું નામ ગીતાબેન હકાભાઈ ચૌહાણ (ઉ.વ. 60) હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ જેતપર ગામે ભાડાના મકાનમાં રહીને ભંગાર વીણી પોતાનું ગુજરાન ચલાવતા હતા. વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમના પતિ રિક્ષા ચલાવે છે અને તેમના બે દીકરાઓ સાથે રહે છે. તેમના બે દીકરાઓ ભુપતભાઈ હકાભાઈ ચૌહાણ (ઉ.વ. 35) અને પ્રકાશભાઈ હકાભાઈ ચૌહાણ (ઉ.વ. 32) બંને છૂટક મજૂરી કરે છે.

વૃદ્ધાએ વધુમાં જણાવ્યું હતું કે, પોતે ઉંમરલાયક હોવાને કારણે હવે કામ થતું નથી અને દીકરાઓ સાથે રાખવાની ના કહે છે. આથી મારે વૃદ્ધાશ્રમમાં જવું છે. વૃદ્ધાની આ વ્યથા સાંભળીને શી-ટીમમાં રહેલા કર્મચારીઓ પારુલબેન બી. વાઘેલા, રમીલાબેન એન. ચાવડા અને મહાવીરભાઈ એ. અગ્રાવત તે વૃદ્ધ મહિલાને મોરબી ખાતે શોભેશ્વર રોડ પર આવેલા વૃદ્ધાશ્રમમાં સહીસલામત મૂકી આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments