મોરબી જિલ્લાના માળિયા તાલુકાના નાના ભેલા ગામ મુકામે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘નમો વન’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માળિયા તાલુકા ભાજપની ટીમ, તાલુકા પંચાયતની ટીમ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મનિષભાઈ કાંજીયા તથા વન વિભાગના સંયુક્ત આયોજન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ થકી ‘નમો વન’ અંતર્ગત વધુમાં વધુ વૃક્ષો વાવી, તેનો યોગ્ય ઉછેર અને સંવર્ધન કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. પ્રકૃતિના જતનમાં માળિયા તાલુકાનો હંમેશા સિંહફાળો રહે તેવા ઉદ્દેશ્ય સાથે ઉપસ્થિત આગેવાનોએ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો. અંતમાં વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે પ્રકૃતિના રક્ષણ માટેની કટિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.












