મોરબી જિલ્લાના ખૂણે-ખૂણે બનતી સારી-નરસી ઘટનાઓને ઝડપી અને નિષ્પક્ષ રીતે લોકો સુધી પહોંચાડવા, સમાજ ની પ્રેરણાત્મક બાબતોને ઉજાગર કરવા તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપીને તંત્ર અને સરકાર સુધી પહોંચાડવામાં સતત સક્રિય રહેનારા પત્રકાર યોગેશભાઈ રંગપડીયાનો આજે જન્મદિવસ છે. પત્રકારત્વ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર યોગેશભાઈ રંગપડીયા હાલમાં મોરબી સહયોગ ન્યૂઝના એડિટર છે.
સમાજમાં બનતી પ્રેરણાત્મક ઘટનાઓને પ્રકાશમાં લાવવાની સાથે લોકોના પ્રશ્નો અને તંત્રની ખામીઓને યોગ્ય સ્તરે રજૂ કરીને તેના નિરાકરણ માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે સામાજિક, રાજકીય, શૈક્ષણિક અને વ્યાપારી ક્ષેત્રના આગેવાનો, સગા-સંબંધીઓ, મિત્રો, શુભેચ્છકો તેમજ પત્રકાર મિત્રો દ્વારા તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય તથા દીર્ઘાયુષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.











