Saturday, September 19, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશોત્સવમાં આજે રાત્રે ગુજ્જુ દયાભાભી ગરબાની રમઝટ...

મોરબીમાં હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશોત્સવમાં આજે રાત્રે ગુજ્જુ દયાભાભી ગરબાની રમઝટ જમાવશે

મોરબીના શનાળા રોડ ઉપર છોટાલાલ પમ્પ પાસે આવેલા ત્રણ માળીયા ગરબી ચોક, ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ‘હાઉસિંગ બોર્ડ કા રાજા’ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિઘ્નહર્તાની પૂજા અર્ચના અને આરતી કરીને ભાવિકો દ્વારા આરાધના કરવામાં આવી રહી છે.

આ ગણેશ મહોત્સવમાં આજે 19 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9:30 કલાકે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌપ્રથમ અનાથાશ્રમના બાળકોના હસ્તે ગણપતિ દાદાની મહાઆરતી ઉતારવામાં આવશે. આરતી પૂર્ણ થયા બાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રખ્યાત એવા કલાકાર ગુજ્જુ દયાભાભી (કાલજ રામનાંદી) દ્વારા હાસ્યની મોજ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. ત્યારે મોરબીની જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા માટે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments