
મોરબી : મોરબીમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. જેથી આખું શહેર જળબંબાકાર થઈ ગયું હતું. શહેરનો એકપણ વિસ્તાર એવો બચ્યો ન હતો કે જ્યાં પાણી ન ભરાયા હોય. ત્યારે સામાજિક કાર્યકર વિનોદભાઈ મગનભાઈ પરમારએ જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફિસરને ઉદેશીને લેખિત રજુઆત કરી મોરબીમાં પુર જેવી આફત વચ્ચે તંત્રએ અન્ય જગ્યાએ રાહત બચાવની કામગીરી કરીને આવી આફત વખતે પણ અનુસૂચિત જાતિ વિસ્તારોમાં ભેદભાવ રાખ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં અનુસૂચિત જાતિના મોરબીના સાંઆકાંઠે આવેલા વિસ્તારોમાં ચામુંડાનગર મેઈન રોડ ઉપરની ભુર્ગભ ગટર કચરાન કારણે બંધ થઈ જતા વરસાદી અને ગટરના ગંદા પાણી ભરાયા હતા.આવા ગંદા પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા અને જાહેર રસ્તા ઉપર ફરી વળ્યાં હતા. આ ઉપરાંત માળીયા વનાળિયા, રામદેવનગર, શક્તિ સોસાયટી ઉમિયાનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી ગંદકી ફેલાય હતી. આથી રોગચાળો ફેલાય તેવી સ્થિતિ હોવાથી વહેલાસર ગંદકીની યોગ્ય સફાઈ કરવાની માંગ કરી છે.











