મહેન્દ્રનગર વિસ્તારમાંથી કાર અને બાઇક ચોરી કરનાર શખ્સને 2,35,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ
મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ભીલવાસ કોમ્પ્લેક્ષ પાસેથી એક શંકાસ્પદ ઈસમને ઝડપી પાડી પૂછપરછ કરતા વાહન ચોરીના બે અણઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપી પાસેથી ચોરાયેલી એક હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઇ10 કાર અને એક હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયાના સુપરવિઝનમાં સિટી બી ડિવિઝન પોલીસનો સર્વેલન્સ સ્ટાફ રાત્રી દરમિયાન ચોરી અટકાવવા પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ભીલવાસ કોમ્પ્લેક્ષ પાસે એક શંકાસ્પદ ઈસમ મળી આવતા તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત આપી હતી કે તેણે મોરબીના મહેન્દ્રનગર સીએનજી પંપ પાસે આવેલા જય અંબે મોટર્સ ગેરેજ એન્ડ સર્વિસમાંથી એક હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઇ10 ફોર વ્હીલર ગાડી ચોરી કરી હતી. આ ઉપરાંત, તેણે મહેન્દ્રનગર ઘાયડી વિસ્તારમાંથી એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ પણ ચોરી કર્યાંની કબૂલાત આપી હતી.
પકડાયેલ આરોપીની વિગત
નામ: પાર્થભાઈ પ્રફુલભાઈ જીવરાજભાઈ ફડદુ (ઉ.વ. 26)
રહેવાસી: મોરબી-2 મહેન્દ્રનગર, સીએનજી પેટ્રોલ પંપની પાસેની ગલ્લીમાં, પ્રાચીનનગર, કિરીટભાઈના મકાનમાં ભાડેથી. (મૂળ રહે. ગામ કણેરી, તા. કેશોદ, જિ. જૂનાગઢ)
કબ્જે કરેલ મુદ્દામાલ
હ્યુન્ડાઇ કંપનીની ગ્રાન્ડ આઇ10 ફોર વ્હીલર ગાડી (GJ-36-B-4003) ३. 2,00,000/-
હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (GJ-36-AB-0294) જેની
કિંમત ३. 35,000/-
કુલ રૂ. 2,35,000/- નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે મોરબી સિટી બી
ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બી.એન.એસ. કલમ 303(2)
મુજબના બે ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયા અને સીટી બી ડીવીઝન સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.










