Wednesday, June 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં મારામારીના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલહવાલે

હળવદમાં મારામારીના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલહવાલે

સરદારબાગની સામે, નવા પુજારા ટેલિકોમવાળી શેરી, શનાળા રોડ, મોરબી

હળવદ: હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત અને માથાભારે ઈસમને પાસા હેઠળ ડીટેઈન કરીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત શખ્સ મોહિત હસમુખભાઈ પરમાર (રહે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ, તા. હળવદ, જિ. મોરબી) સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી તરફ મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત ધ્યાને લઇને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીનું પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. પાસા વોરંટ ઇશ્યુ થતાં આરોપીને સત્વરે અટકાયત કરવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેને પગલે પોલીસે મોહિત હસમુખભાઈ પરમારને પકડીને પાસા એક્ટ હેઠળ ડીટેઈન કરી જેલ હવાલે કર્યો છે.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. ટાપરીયા તથા હળવદ પોલીસ સ્ટાફના માણસો રોકાયેલ હતા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments