Sunday, June 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' ભવ્યતાથી...

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ ભવ્યતાથી યોજાયું

અવિરત ૧૨ વર્ષ: વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા મંત્રીઓ અને પદાધિકારીઓનું પ્રેરણાદાયી માર્ગદર્શન

ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા મહાનગર દ્વારા “અવિરત ૧૨ વર્ષ: વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” અંતર્ગત ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ નું ભવ્ય આયોજન મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે કરવામાં આવ્યું હતું. આ સંમેલન મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.

મોદી સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને સિદ્ધિઓનું ભાથું પીરસાયું

કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં અધ્યક્ષ અને પ્રભારી મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, રાજ્યના મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા, કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ “૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ અભિયાન”ના ગુજરાત પ્રદેશ સહ-સંયોજક શ્રી બ્રિજેશભાઈ મેરજાએ કેન્દ્રની આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારના ૧૨ વર્ષના સુશાસનની ઐતિહાસિક સિદ્ધિઓ વર્ણવી હતી. મહાનુભાવોએ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી રહી છે અને દેશ વિકસિત ભારતના સંકલ્પ તરફ કેવી રીતે આગળ વધી રહ્યો છે તેની વિસ્તૃત માહિતી આપી કાર્યકરોને ઉત્સાહિત કર્યા હતા.

રાષ્ટ્ર નિર્માણ માટે ૧૨ સંકલ્પ/પ્રતિજ્ઞા લેવડાવાઈ
કાર્યક્રમના અંતે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી નિર્મલભાઈ જારીયા દ્વારા ઉપસ્થિત સૌ પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓને દેશ અને રાષ્ટ્રના નિર્માણ અર્થે સમર્પિત થવા માટેની વિવિધ ૧૨ પ્રેરણાદાયી પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી.
મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ

‘શ્રી કમલમ’ ખાતે આયોજિત આ મહાસંમેલનમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં:

  • શ્રી મોહનભાઈ કુંડારીયા (સહ-કોષાધ્યક્ષ, ગુજરાત પ્રદેશ ભાજપ)
  • શ્રી જયંતીભાઈ રાજકોટિયા (અધ્યક્ષ, મોરબી જિલ્લા ભાજપ)
  • શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના (પ્રભારી, મોરબી જિલ્લા ભાજપ)
  • ⁠મહામંત્રીશ્રીઓ: શ્રી નિર્મલભાઈ જારીયા, શ્રી તપનભાઈ દવે, શ્રી ચતુરભાઈ મકવાણા
  • શ્રી ઉત્તમભાઈ સુરાણી (મેયર, મોરબી મહાનગર)
  • ધારાસભ્યશ્રીઓ: શ્રી દુર્લભજીભાઈ દેથરીયા (ટંકારા-પડધરી), શ્રી જીતુભાઈ સોમાણી (વાંકાનેર), શ્રી મેઘજીભાઈ ચાવડા (કાલાવડ)
  • પૂર્વ મંત્રીશ્રીઓ: શ્રી જયંતીભાઈ કવાડિયા, શ્રી બ્રિજેશભાઈ મેરજા
  • અભિયાન ઇન્ચાર્જ: શ્રી મહેશભાઈ લીખીયા
    આ ઉપરાંત જિલ્લા અને મહાનગરના તમામ પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ મોરચાના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં પક્ષના ઉત્સાહી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments