Tuesday, June 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજેતપર ખેડૂત આંદોલન : ખેડૂતોએ સરકારનું વાટાઘાટોનું આમંત્રણ ફગાવ્યું

જેતપર ખેડૂત આંદોલન : ખેડૂતોએ સરકારનું વાટાઘાટોનું આમંત્રણ ફગાવ્યું

મોરબી : મોરબીના જેતપર મુકામે વીજલાઈનના યોગ્ય વળતરની માંગસાથે ચાલી રહેલી ખેડૂતોની ઉપવાસ છાવણીમાં ગત રોજ સરકારી તંત્ર દ્વારા ખેડૂતોને ચર્ચા વિચારણા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. SDM અને તેમની ટીમ છાવણી ખાતે આમંત્રણ આપવા આવી હતી. જોકે, ખેડૂત સમિતિ દ્વારા આ આમંત્રણને નકારી કાઢવામાં આવ્યું છે. ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી કામ બંધ ન થાય અને નવો પરિપત્ર જાહેર ન થાય ત્યાં સુધી કોઈ મંત્રણા કરવામાં આવશે નહીં.સાથે જ ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ઉદ્દેશીને પોતાની માંગણીઓ લેખિતમાં મોકલવામાં આવી છે અને સરકારને 2 થી 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે.


અત્યારે સંપૂર્ણ ગુજરાતમાં હાઇટેન્શન વીજલાઇનના યોગ્ય વળતરને લઈને ખેડૂતો પીડાઇ રહ્યા છે. અને આ પીડાના કારણે ખેડૂતો પોતાના કામ ધંધા મુકીને આંદોલનના માર્ગે ઉતરે છે, માટે અમારા ખેડૂતો તરફથી બધી એવી સ્પષ્ટ માંગણી છે કે ટેલીગ્રાફ એકટ 1885 કલમ 10(d) માં લખેલું છે કે TSP કંપનીએ ખેડૂતોના ખેતરોમાં ઓછામાં ઓછું નુકસાન કરવાનું અને થાંભલા અને તાર આવવાથી થતું સંપૂર્ણ નુકસાન ટેલીગ્રાફ ઓથોરીટી (TSP કંપની) એ ચુકવવાનું. તો ગુજરાત ઉર્જા વિભાગ ખેડુત હિતેચ્છુ એવો પરીપત્ર બનાવે જેથી કરીને ટેલીગ્રાફ એકટ 1885 ની કલમ 10(d) મુજબ સંપૂર્ણ નુકસાનીનું વળતર મળી રહે, અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા તારીખ. 14/06/24 અને 21/03/2025 ની ગાઇડલાઇનમાં સાનુકુળ સુધારા કરીને ગુજરાત ઉર્જા વિભાગ પરીપત્ર બનાવે.
\Rightarrow કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં સુધારા:
(૧) 14/06/2024 ની ગાઇડલાઇનમાં ટાવર વિસ્તાર માટે MRC કમીટી દ્વારા બજાર કિંમત નક્કી કરી છે તેના 200% નો ઉલ્લેખ છે. પરંતુ રાજસ્થાન સરકારે હાઈ વોલ્ટેજ લાઇન હોવાથી ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડના વધારાના 200% એટલે કુલ 400% આપ્યા છે. તો અમને પણ બજાર કિંમતના નહીં કે જંત્રીના 400% આપવા વિનંતી.
(૨) RoW માટે 21/03/2025 ની ગાઇડલાઇનમાં MRC કમીટી દ્વારા બજાર કિંમત નક્કી થાય તેના 30%, 45% અને 60% આપવાનો ઉલ્લેખ છે. પરંતુ હાઇટેન્શન લાઇનમાં ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ થાંભલાના ક્ષેત્રફળમાં અને તારના ક્ષેત્રફળમાં એટલે કે બન્નેમાં હોય છે. માટે RoW વિસ્તારમાં અમને 200% વધારે એટલે કે કુલ 230%, 245% અને 260% આપવા વિનંતી.
(૩) જમીનની બજાર કિંમત નક્કી કરવા D.L.V.C કમીટી નહીં પરંતુ 21/03/2025 ની ગાઇડલાઇન પ્રમાણે MRC કમીટીની રચના કરવાની રહેશે.
(૪) 14/06/2024 ની ગાઇડલાઇનના પોઇન્ટ નંબર (૯) પ્રમાણે સંપૂર્ણ વળતર (ટાવર વિસ્તારનું, RoW વિસ્તારનું, પાક નુકસાનીનું તથા અન્ય નુકસાન) એક હપ્તામાં અને એ પણ એડવાન્સમાં આપવામાં આવે.
(૫) TSP કંપની ટેલીગ્રાફ એકટ 1885 ની કલમ 10(d) મુજબ સંપૂર્ણ નુકસાનીનું વળતરનો હુકમ ટેલીગ્રાફ ઓથોરીટી કંપની ખેડૂતોને આપે. અને આ હુકમ કલેક્ટર કચેરીમાં જમા કરાવે પછી જ કલેક્ટર સાહેબ કલમ 16(1) હેઠળની પ્રોસીડીંગ ચાલુ કરે.
(૬) ઉપર આપેલ પોઇન્ટ નંબર (૧) થી (૪) કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગની ગાઇડલાઇન 14/06/2024 અને 21/03/2025 માં સુધારો કરીને, બાકીનું બધું કેન્દ્ર સરકારની ગાઇડલાઇન 14/06/24 & 21/03/2025 માં છે તે પ્રમાણે જ રાખીને ગુજરાત ઉર્જા વિભાગ ખેડુત હિતેચ્છુ નવો પરીપત્ર બનાવે તેવી આશા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments