Tuesday, June 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી: સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ...

મોરબી: સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોરબી : સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ મોરબી દ્વારા મોરબી જિલ્લાના રબારી સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રથમ સરસ્વતી સન્માન 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત 21 જૂન 2026 ને રવિવારના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં દુધરેજ વડવાળાધામ જગ્યાના લઘુ મહંત નાગરદાસબાપુ, દુધઇ વડવાળાધામના કોઠારી સુંદરદાસજી, મેસરીયા જગ્યાના કોઠારી મગનીરામબાપુ અને ભુવાઆતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમાજનું ગૌરવ એવા અને સરકારી સેવાઓ આપતા અધિકારીઓ જેમાં સુરેન્દ્રનગરના ડેપ્યુટી કલેક્ટર કુલદીપ દેસાઈ, મોરબી DYSP જે.એમ. આલ, GST ના આસિસ્ટન્ટ કમિશનર ભરતભાઈ જીડ, વાંકાનેરના PSI ડી.વી. ખાંભલા તેમજ રાજકીય આગેવાનો અને વિવિધ ક્ષેત્રના સમાજના આગેવાનોએ હાજર રહીને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતા.

આ કાર્યક્રમમાં કુલ 173 થી વધુ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા યોજાયેલા આ સમારોહમાં બહોળી સંખ્યામાં રબારી સમાજના લોકો હાજર રહ્યા I હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમરસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મોરબી જિલ્લામાં ફરજ બજાવતા સમાજના સરકારી કર્મચારીઓ તેમજ સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments