Tuesday, June 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવા મકનસરમાં શાળા પ્રવેશોત્સવ ધારાસભ્યશ્રી દુર્લભભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને યોજાયો

નવા મકનસરમાં શાળા પ્રવેશોત્સવ ધારાસભ્યશ્રી દુર્લભભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને યોજાયો

શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાપર્ણ કરાયું

મોરબી જિલ્લાના શ્રી નવા મકનસર પ્રા.શાળા વાડી વિસ્તાર ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યાકેળવણી મહોત્સવ ધારાસભ્યશ્રી દુર્લભભાઈ દેથરીયા ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમજ શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું ઉદ્ઘાટન પણ મહાનુભાવો દ્વારા કરાયું હતું.

આ તકે બાળકોએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. મહાનુભાવો એ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ધો.૧ ના અને આંગણવાડીના નવા પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ આપીને આવકારાયા હતા.

આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી પ્રવીણસિંહ જૈતાવત, જિલ્લા પંચાયત સદસ્યશ્રી જયેશભાઈ હળવદિયા, આચાર્યશ્રી, તા. પંચાયત સદસ્યશ્રી, ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments