Friday, June 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી: પીજીવીસીએલ દ્વારા 'વીજ સલામતી સપ્તાહ'ની ઉજવણી, 2 જુલાઈએ જનજાગૃતિ રેલી યોજાશે

મોરબી: પીજીવીસીએલ દ્વારા ‘વીજ સલામતી સપ્તાહ’ની ઉજવણી, 2 જુલાઈએ જનજાગૃતિ રેલી યોજાશે

26 જૂનથી 2 જુલાઈ સુધી શાળાઓમાં સ્પર્ધાઓ, કર્મચારીઓ માટે મોકડ્રીલ સહિતના કાર્યક્રમોનું આયોજન, પીએમ સૂર્ય ઘર યોજના વિશે પણ માહિતગાર કરાશે

મોરબી : 26 જૂન ‘વિધુત સલામતી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત કર્મચારીઓ તેમજ જનસમુદાયમાં વીજ સલામતી માટે માહિતી મળે અને સતર્કતા આવે તે હેતુથી પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા તારીખ 26/06 થી 02/07 દરમિયાન ‘વીજ સલામતી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની ઉજવણી “Today’s Awareness, Tomorrow prevention” આજની જાગૃતિ, આવતીકાલનું નિવારણ) ની થીમ પર કરવામાં આવી રહી છે.

વિવિધ સ્પર્ધાઓ અને જાગૃતિ અભિયાન

વીજ સલામતીનો સંદેશ છેવાડાના ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા મથકે બેનરો અને પેમ્ફલેટ થકી પ્રચાર કરવામાં આવશે. તેમજ સ્કૂલ અને કોલેજના વિધાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત મોરબી વર્તુળ કચેરીના તાબા હેઠળની વિભાગીય અને પેટા વિભાગીય કચેરીઓ ખાતે અલગ અલગ જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે. લાઇન પર કામ કરતા તમામ ટેકનિકલ સ્ટાફ અને કોન્ટ્રાક્ટરના માણસોની જાગૃતિ માટે અકસ્માત નિવારણ મોકડ્રીલ અને અકસ્માત નિવારણ માટે ફીડરો ઉપર પરીક્ષણ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

2 જુલાઈએ વિશાળ વીજ સલામતી રેલી

સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આગામી તારીખ 02/07/2026 ના રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા એક વીજ સલામતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનરો પ્રદર્શિત કરાશે અને પેમ્ફલેટ વિતરણ દ્વારા સામાન્ય જનતાને જાગૃત કરાશે. આ સાથે જ લોકોને ‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના’નો વધુને વધુ લાભ મળે તે માટે પણ માહિતગાર કરવાના પ્રયાસો કરવામાં આવશે, તેમ મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચ.એમ. ભોજાણી દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments