Saturday, June 27, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજેતપર ખેડૂત આંદોલનનો જુસ્સો વધારવા આજે સિરામિક ટ્રેડર્સ એસો. કાર રેલી યોજાશે

જેતપર ખેડૂત આંદોલનનો જુસ્સો વધારવા આજે સિરામિક ટ્રેડર્સ એસો. કાર રેલી યોજાશે

મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી આજે શનિવારના રોજ બપોરે 4:00 કલાકે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી પ્રસ્થાન કરશે અને જેતપર ખાતે જ્યાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તે સ્થળે પહોંચીને સમાપન થશે. આ રેલીમાં ૧૦૦૦ થી વધુ જેટલી કાર જોડાશે. આ ઉપરાંત ખેડૂત આંદોલનને સફળ બનાવવા માટે આંદોલન સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં ભવિષ્યમાં જે કોઈ પણ નિર્ણયો લેવામાં આવશે, તેમાં મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન હંમેશાં સંપૂર્ણ સાથ અને સહકાર આપશે.તેવી જાહેરાત પણ કરાઈ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments