Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ,-માળિયાના ખેડૂતોના પ્રશ્ને પાવરગ્રીડ કંપની સાથે ધારાસભ્યએ મંત્રણા કરી

હળવદ,-માળિયાના ખેડૂતોના પ્રશ્ને પાવરગ્રીડ કંપની સાથે ધારાસભ્યએ મંત્રણા કરી

ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા સૂચન, ઉર્જા અને મહેસુલ વિભાગના સચિવનું પણ ધ્યાન દોરાયું

મોરબી : માળિયા અને હળવદના ખેડૂતોના ખેતરમાં ઓછા વળતરે ધરાર પાવર લાઈન નાખવાનો પ્રયાસ કરનાર ખાનગી કંપનીના અધિકારીઓ સાથે ધારાસભ્ય કાંતિલાલ અને જિલ્લા ભાજપ પ્રમુખે બેઠક કરી આ મામલે સરકારનું ધ્યાન પણ દોર્યું હતું.

મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ આજ રોજ મોરબીના સર્કિટ હાઉસ ખાતે માળીયા અને હળવદ તાલુકાના ખેડૂતોને નુકસાન પહોંચાડતી પાવર ગ્રીડ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અને ખેડૂતોના હિતમાં નિર્ણય આવે તે માટે વિશે ચર્ચા કરી તેમજ ગુજરાત સરકારના ઊર્જા અને મહેસૂલ વિભાગના સચિવ અને અન્ય અધિકારીઓ સાથે ટેલીફોનીક ચર્ચા કરી અને આ પ્રશ્નનું સુખદ સમાધાન વહેલી તકે થાય તે અંગે રજુઆત કરી હતી. તેમ યાદીમાં જણાવયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments