મોરબી: મોરબી તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પુષ્પાબેન હરેશભાઈ સોલંકીની સત્તાવાર રીતે નિમણૂક કરવામાં આવી છે. તેઓ મોરબી તાલુકાની નીચી માંડલ બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતરીને ભવ્ય વિજય મેળવીને વિજેતા બન્યા હતા. નીચી માંડલ બેઠક પર લોકચાહના મેળવ્યા બાદ હવે તાલુકા પંચાયત સ્તરે તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકેનો પદભાર સંભાળતા પુષ્પાબેન હરેશભાઈ સોલંકીને ગામના લોકો, રાજકીય કાર્યકરો અને સમર્થકો દ્વારા રૂબરૂ મળીને તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.










