મોરબી: મોરબીમાં એલસીબીની ટીમને જામનગરનો 5 મહિના જૂનો મોટરસાયકલ ચોરીનો ગુનો ઉકેલી કાઢવામાં સફળતા મળી છે. એલસીબીની ટીમે શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પીએસઆઈ અને સ્ટાફની ટીમ મોરબી-વાંકાનેર રોડ પર આવેલ ઓક્ટ્રી હોટલ પાસે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે મોટરસાયકલ લઈને પસાર થતા એક શખ્સને અટકાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે મોટરસાયકલના કાગળો રજૂ કર્યાં ન હતા. બાદમાં મોટરસાયકલની તપાસ કરતા તે જામનગર સીટી બી ડિવિઝન વિસ્તારમાં 5 મહિના પહેલા નોંધાયેલા ચોરીના ગુનામાં હોવાનું સામે આવ્યું હતું.
ઝડપાયેલ શખ્સની વિગત:
માલાભાઈ કાળુભાઈ બરડિયા (ઉ.વ. 30, રહે. નવા જાંબુડિયા, શક્તિપરા, મોરબી)
કબ્જે કરેલ મુદ્દામાલ:
હીરો સીડી ડિલક્સ મોટરસાયકલ (નંબર GJ-10-BD-8605), કિંમત 20,000.
આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ તથા એલસીબી/પેરોલ સ્ટાફના માણસો જોડાયા હતા.










