CEIR પોર્ટલ અને ટેકનિકલ ટીમના સર્વેલન્સથી પોલીસે દોઢ- બે વર્ષ જૂના ગુમ થયેલા ફોન પણ શોધી કાઢ્યા
વાંકનેર : વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન ટેકનિકલ સોર્સની મદદથી શોધી કાઢી તેમને પરત સોંપવામાં આવ્યા છે.
વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર બી.વી.પટેલ અને તેમની ટીમ દ્વારા (Central Equipment Identity Register) પોર્ટલ પર સતત મોનિટરિંગ રાખી કુલ 21 જેટલા ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. જેની અંદાજિત કિંમત 5,17,500 રૂપિયા જેટલી થાય છે. જેમાં કેટલાક મોબાઈલ ફોન વર્ષ 2024 અને 2025માં એટલે કે દોઢથી બે વર્ષ પહેલા ખોવાયેલા હતા, જેને પણ પોલીસે પોતાની મહેનતથી શોધી કાઢીને મૂળ માલિકોને એક સાથે પરત સોંપ્યા છે.
સરાહનીય કામગીરી કરનાર પોલીસ ટીમ
આ સફળ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર બી.વી.પટેલ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.વી.ભામ્બલા, એ.એસ.આઈ. રામભાઈ મંઢ, પો.હેડ.કોન્સ. હંસાબેન પાપોદરા, પો.કોન્સ. શક્તિસિંહ પરમાર, પો.કોન્સ. ક્રિપાલભાઈ ભીમાણીયા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.










