Thursday, July 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદનો બ્રાહ્મણી-2 ડેમ ઓવરફ્લો : 1 દરવાજો ખોલાયા

હળવદનો બ્રાહ્મણી-2 ડેમ ઓવરફ્લો : 1 દરવાજો ખોલાયા

મોરબી : હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-2) ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતાં ડેમ રૂલ લેવલ મુજબ 100% ભરાઈ ગયો છે. જળાશય વિસ્તારમાં 125 mm વરસાદ અને ઉપરવાસની આવકના કારણે પાણીનો પ્રવાહ ચાલુ છે. હાલમાં જળાશયમાં કુલ 421 Cusec પાણીની આવક થઈ રહી છે, જેથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેને પગલે તંત્ર ડેમનો એક દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો છે.

ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોવાથી હેઠવાસમાં આવતા 9 ગામોના લોકોને તકેદારીના પગલાં લેવા તેમજ નદીના પટમાં અવર-જવર ન કરવા માટે ખાસ સુચના આપવામાં આવી છે. આ એલર્ટ કરાયેલા ગામોમાં સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિંયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢનો સમાવેશ થાય છે. સિંચાઈ વિભાગ દ્વારા નીચાણવાળા ગામોના ગ્રામજનોને પોતાના ઢોર-ઢાંખર કે માલ-મિલકત નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments