Friday, July 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નગર દરવાજા પાસે દુકાનની ઉપર વરસાદને લીધે શોર્ટ સર્કિટ

મોરબીના નગર દરવાજા પાસે દુકાનની ઉપર વરસાદને લીધે શોર્ટ સર્કિટ

મોરબી: મોરબીમાં વરસાદી વાતાવરણ વચ્ચે નગર દરવાજા પાસે આવેલ શિવમ આઈસ્ક્રીમની બાજુમાં ઉપરના ભાગે અચાનક શોર્ટ સર્કિટ થવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે તણખા ઝરવા લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ ટ્રાફિક શાખાના જવાનોની સમયસૂચકતા અને સતર્કતાને કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

વરસાદમાં કોઈ જાનહાની ન થાય તે અંગે અગાઉ આપવામાં આવેલી સૂચનાઓને પગલે ટ્રાફિક શાખાનો સ્ટાફ સતત કાર્યરત હતો. આ દરમિયાન નગર દરવાજા સામે શિવમ આઈસ્ક્રીમની બાજુમાં ઉપરના ભાગે શોર્ટ સર્કિટ થતા દુકાનમાં બેઠેલ તેમજ બાજુમાં ઊભેલા તમામ નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત રીતે બાજુમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ તાત્કાલિક ધોરણે PGVCL ને ફોન કરીને વીજ પુરવઠો બંધ કરવા માટે જાણ કરવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ, કોન્સ્ટેબલ દેવાયતભાઈ, ભાનુભાઈ, જયેશભાઈ તેમજ ટ્રાફિક બ્રિગેડના ફારુકભાઈ તથા મેહુલભાઈ સ્થળ પર હાજર રહીને સરાહનીય કામગીરી કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments