દોઢ માસ પહેલાં બનેલી ચોરીનો વણઉકેલાયેલ ગુનો એલસીબીએ ઉકેલ્યો
મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોઢ માસ પહેલા બનેલ મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો LCBએ ડીટેકટ કરી એક શખ્સને મોટરસાયકલ સાથે પકડી પાડ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની ટીમ માળીયા-મોરબી નેશનલ હાઇવે રોડ પર માળીયા ફાટક ઓવરબ્રિજ પહેલા સર્વિસ રોડ ઉપર પ્રભુકૃપાના ગેટ પાસે નાઇટ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરનું જૂનું હોન્ડા મોટરસાયકલ લઈને એક વ્યક્તિ મોરબી તરફ આવી રહ્યો છે. પોલીસે તેને રોકીને કાગળો માંગતા તેની પાસે ન હોવાનું જણાયું હતું.
પોલીસે આ મોટરસાયકલની માલિકી બાબતે ખરાઈ કરી વિશેષ પૂછપરછ કરતા તેણે દોઢેક માસ પહેલા પાડા પુલ નીચે જ્યાં રવિવારી બજાર ભરાય છે ત્યાંથી બાઇક ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોકેટકોપમાં સર્ચ કરતા આ મોટરસાયકલ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતાની કલમ 303(2) મુજબ ગુનો દાખલ થયેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સહિતાની કલમ 106(1) મુજબ મુદ્દામાલ કબજે કરી આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો છે. આ ગુનામાં પકડાયેલ આરોપીનું નામ સમીરભાઈ ગફુરભાઈ જેડા (ઉંમર 25, રહે. હાલ વીશીપરા લાયન્સનગર, મોરબી) હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પાસેથી 15,000 રૂપિયાની કિંમતનું નંબર પ્લેટ વગરનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો જપ્ત કર્યું છે.
આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ. એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ મોરબી તથા ASI હિતેન્દ્રસિંહ ચુડાસમા, HC ચંદુભાઇ કાણોંતરા અને PC ભગીરથસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી










