પાણી ભરાયેલા વિસ્તારમાં મેઈન સ્વિચ બંધ કરવા સહિત વીજ થાંભલા, તાર અને ટ્રાન્સફોર્મરથી દૂર રહેવા તાકીદ
વીજ ફરિયાદ માટે સંપર્ક : કસ્ટમર કેર સેન્ટરનો ટોલ ફ્રી નંબર : 19122 / 1800-233-155333
મોરબી : ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL) મોરબી વર્તુળ કચેરી દ્વારા વીજ અકસ્માતથી બચવા માટે લોકોને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. પોતાની તેમજ પરિવારની સુરક્ષા માટે વરસાદ દરમિયાન વીજળી સંબંધિત બાબતોમાં સાવચેતી રાખવા જણાવાયું છે.
આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો
ઘરમાં વીજ વાયરિંગ અને સ્વિચ સારી સ્થિતિમાં છે તેની ખાતરી કરવા PGVCL દ્વારા જણાવાયું છે. પાણી ભરાયેલા વિસ્તારમાં જવાનું થાય તે પહેલાં ઘરની મુખ્ય વીજ લાઇનનો મેઈન સ્વિચ બંધ કરવો. કોઈ વીજ થાંભલો, તાર અથવા ટ્રાન્સફોર્મરમાં ખામી જણાય તો તાત્કાલિક નજીકની PGVCL કચેરી અથવા ગ્રાહક સેવા કેન્દ્રમાં જાણ કરવી.
વીજ ઉપકરણોનો ઉપયોગ હંમેશાં સૂકા હાથથી જ કરવો તેમજ બાળકોને વીજ ઉપકરણો અને વીજ લાઇનથી દૂર રાખવા જણાવાયું છે.
આ ભૂલ બિલકુલ ન કરશો
તૂટેલા કે લટકતા વીજ તારને સ્પર્શ કરવો નહીં અને તેની નજીક પણ જવું નહીં. વરસાદ દરમિયાન વીજ થાંભલા, સ્ટે વાયર અથવા ટ્રાન્સફોર્મરને અડકવાનું ટાળવું. પાણી ભરાયેલા વિસ્તારમાં પડેલા વીજ તારની આસપાસ પણ ન જવું.
ભીના હાથથી સ્વિચ, પ્લગ કે અન્ય કોઈ વીજ ઉપકરણનો ઉપયોગ ન કરવા તેમજ વીજળીની કોઈ ખામી જાતે સુધારવાનો પ્રયાસ ન કરવા સૂચના આપવામાં આવી છે.
PGVCL દ્વારા જણાવાયું છે કે વીજ અકસ્માત ટાળવો એ સૌની સામૂહિક જવાબદારી છે. તેથી સાવચેત રહો અને સુરક્ષિત રહો તેવી અપીલ કરવામાં આવી છે.
વીજ ફરિયાદ માટે સંપર્ક
કસ્ટમર કેર સેન્ટરનો ટોલ ફ્રી નંબર : 19122 / 1800-233-155333
કોઈ વીજ થાંભલા, તાર, ટ્રાન્સફોર્મર અથવા અન્ય વીજ ખામી અંગે તાત્કાલિક નજીકની PGVCL કચેરી અથવા ગ્રાહક સેવા કેન્દ્રમાં જાણ કરવા જણાવાયું છે. આ જનહિતની અપીલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL), મોરબી વર્તુળ કચેરી દ્વારા કરવામાં આવી છે.









