Monday, August 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સ્વ. રમેશભાઈ અજાણાની પ્રથમ માસિક પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સ્વ. રમેશભાઈ અજાણાની પ્રથમ માસિક પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં લીલાપર કેનાલ રોડ ઉપર બનાવવામાં આવેલ સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ભવન ખાતે સ્વ. રમેશભાઈ ગાંડુભાઈ અજાણાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ મળીને ૧૨૫ લોકોએ રક્તદાન કર્યું હતું ત્યારે આગેવાનોએ કહ્યું હતું કે, રક્તદાન માત્ર રક્તનું દાન નથી, પરંતુ કોઈ અજાણ્યા જીવનને બચાવવાની અમૂલ્ય ભેટ છે. આ સેવાકીય કામને સફળ બનાવવા માટે સમય કાઢી રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ મોરબી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો અને ખાસ કરીને આ રક્તદાન કેમ્પમા બહેનોએ પણ રક્તદાન કર્યું હતું જે ખરેખર રબારી સમાજમા એક નવી પહેલ થઇ રહી છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી. આ કેમ્પને સફળ બનાવવા માટે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ(સમરસ) ટ્રસ્ટીઓ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments