
મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ધરમપુર ગામની સીમમાં નર્સરી નજીક બાવળની કાટમા દરોડો પાડી આરોપી વિજય ગોરધનભાઇ દેગામાં રહે.શ્રી હરિ સોસાયટી, ટીંબડી ગામ વાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 130 બોટલ કિંમત રૂપિયા 48,400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.










