
મોરબી : માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર સત્કાર હોટલ પાસેથી અનિલભાઈ પુનસિંહ ભુરીયા નામનો યુવાન પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે બેફિકરાઈથી તેનું વાહન ચલાવ્યું હતું અને તેના ટ્રકમાંથી કન્ટેનર સ્લીપ થઈને નીચે પડ્યું હતું ત્યારે યુવાનને ચેહરાના ભાગે, ડાબા હાથ તથા જમણા પગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.








