
મોરબી : મોરબીના સામાકાંઠે વાકાનેર હાઇવે ઉપર આવેલ કુબેરની ધાર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ છગનભાઈ અદગામા ગત તા.4- ના સવારે દસેક વાગ્યાના અરસામાં ઘરેથી જામનગર જાવ છું તેમ કહીને નીકળ્યા હતા અને જુના બસ સ્ટેશનને આવ્યા હતા.અહીંથી તેઓનો કોઇ અતોપતો મળ્યો ન હતો અને છેલ્લા પાંચ દિવસથી તેઓ ગુમ હોય તપાસ કરવા છતાં પતો ન લાગતાં અંતે તેના પત્ની પુનમબેન મુકેશભાઈ અદગામાએ
પોલીસમાં ગુમસુદા નોંધાવો છે.








