Tuesday, August 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ શ્રી...

હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલાજીની રજૂઆત

મોરબી ડેઈલી:રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ શ્રીએ રાજકોટ (હિરાસર) આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ તથા એર કાર્ગો ટર્મિનલ તાત્કાલિક શરૂ કરવા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કે. રામામોહન નાયડુજીને રજૂઆત કરી છે.

સાંસદશ્રીએ જણાવ્યું કે હિરાસર એરપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર હોવા છતાં આંતરરાષ્ટ્રીય તથા કાર્ગો કામગીરીમાં વિલંબને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગો અને નિકાસકારોને અમદાવાદ-મુંબઈ જેવા દૂરના એરપોર્ટ પર નિર્ભર રહેવું પડે છે.

રાજકોટથી સીધી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી શરૂ થવાથી વેપાર-ઉદ્યોગ, નિકાસ, પ્રવાસન અને NRI સમુદાયને મોટો લાભ મળશે. આથી હિરાસર એરપોર્ટનું કાર્ગો ટર્મિનલ તાત્કાલિક શરૂ કરવા તથા સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે જરૂરી કાર્યવાહી ઝડપી પૂર્ણ કરવા સાંસદશ્રીએ ભારપૂર્વક રજૂઆત કરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments