Saturday, August 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમારુતિ કુરિયર સ્ટાફની પ્રામાણિકતાને સલામ : ભૂલી ગયેલું લેપટોપ બેગ અને રોકડ...

મારુતિ કુરિયર સ્ટાફની પ્રામાણિકતાને સલામ : ભૂલી ગયેલું લેપટોપ બેગ અને રોકડ રકમ સુરક્ષિત પરત કરી

મોરબી ડેઈલી:(હરનિશ જોશી)આજના સમયમાં જ્યાં કિંમતી વસ્તુઓ ખોવાઈ જવાની કે ગેરમાર્ગે જવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે મોરબીમાં મારુતિ કુરિયર સ્ટાફની પ્રામાણિકતાનું એક સરાહનીય ઉદાહરણ સામે આવ્યું છે. મોરબીના ઉદ્યોગપતિ ભરતભાઈ પ્રવિણચંદ્ર ભટ્ટ પોતાનું લેપટોપ બેગ ભૂલી ગયા હતા, પરંતુ કુરિયર સ્ટાફે પ્રામાણિકતાપૂર્વક બેગમાં રહેલું લેપટોપ અને રોકડ રકમ સહિતનો તમામ સામાન જેમ હતો તેમ સુરક્ષિત પરત કર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, ભરતભાઈ પ્રવિણચંદ્ર ભટ્ટ સાંજના સમયે રાખડી કુરિયર કરવા માટે મારુતિ કુરિયર ખાતે ગયા હતા. તેમની સાથે લેપટોપ બેગ પણ હતી, પરંતુ ઉતાવળમાં તેઓ પોતાની લેપટોપ બેગ કુરિયર ઓફિસમાં જ ભૂલી ગયા હતા. લગભગ અડધા કલાક બાદ મારુતિ કુરિયર તરફથી ભરતભાઈને ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે, તમારું લેપટોપ બેગ કુરિયર ઓફિસમાં ભૂલાઈ ગયું છે, આવીને લઈ જશો. જેથી ભરતભાઈ મારુતિ કુરિયર ખાતે પહોંચ્યા હતા. જ્યાં કુરિયર સ્ટાફ દ્વારા લેપટોપ બેગ જેમનું તેમ પરત કરવામાં આવ્યું હતું. બેગમાં રહેલું લેપટોપ તેમજ રોકડ રકમ સહિતનો તમામ સામાન સંપૂર્ણ સુરક્ષિત હતો.

આ ઘટનાથી ખુશ થયેલા ભરતભાઈએ મારુતિ કુરિયરના સ્ટાફની પ્રામાણિકતાની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે અને સમગ્ર સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા છે. મારુતિ કુરિયરના સ્ટાફે પણ પોતાની પ્રામાણિકતા અને ફરજપ્રતિનીષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments