મોરબી: પવિત્ર શ્રાવણ માસના આજે સોમવાર નિમિત્તે મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ભક્તિમય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભગવાન સિદ્ધેશ્વર મહાદેવને રંગબેરંગી ફૂલોથી આકર્ષક શણગાર કરવામાં આવશે તેમજ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત યુટ્યુબર ભાવિક ગજ્જર તથા તેમના ગ્રુપ દ્વારા મધુર સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે, જેના પગલે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠશે. મંદિરના મહંત શ્રી પ્રવિણગીરી ગોસ્વામીએ સર્વે ભક્તજનોને આ ધાર્મિક આયોજનમાં ઉપસ્થિત રહી ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના દર્શન તથા મહાઆરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. આ ફૂલ શણગાર તથા મહાઆરતીનું આયોજન ત્રિવેદી એસોસિએટ્સના ટીના ભાઈ ત્રિવેદી તથા સદગુરુ ફ્લાવર, GIDC સનાળા રોડના હિતેશભાઈ (ભૂરો) તરફથી કરવામાં આવ્યું છે. શ્રાવણ માસના પવિત્ર અવસરે યોજાનાર આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી મહાદેવના દર્શન અને મહાઆરતીનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.











